AdhyaShakti Tujne Namu Maa Bahuchara Lyrics in Gujarati

AdhyaShakti Tujne Namu Maa Bahuchara - Arvind Barot & Bhavna Rana
Singer -  Arvind Barot & Bhavna Rana
Music Label - Studio Sangeeta 
 
AdhyaShakti Tujne Namu Maa Bahuchara Lyrics in Gujarati
 
આદ્યશક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય
એ દીન જાણીને દયા કરો રે બહુચરા મુખે માંગુ તે થાય

આદ્યશક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય
આદ્યશક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય
દીન જાણીને દયા કરો રે બહુચરા મુખે માંગુ તે થાય

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય

વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવાય

ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જાય
ચોહઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જાય

માન સરોવર જીલતા રે બહુચરા કરતા નિત્ય વિલાસ

અરે શંકલપુર સોહામણું રે બહુચરા ત્યાં છે તમારો વાસ
શંકલપુર સોહામણું રે બહુચરા ત્યાં છે તમારો વાસ

સર્વે મળીને કીધી સ્થાપના રે બહુચરા ધરાવ્યુ બહુચર નામ

સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ ઘડે સોનાર

એ ઘડ્યા બાંજુબંધ બેરખા રે બહુચરા ઘડ્યા એકાવન હાર
ઘડ્યા બાંજુબંધ બેરખા રે બહુચરા ઘડ્યા એકાવન હાર
એ પ્રથમ ચરિત્ર તમે કર્યાં રે બહુચરા માર્યો મહિષાસુર
પ્રથમ ચરિત્ર તમે કર્યાં રે બહુચરા માર્યો મહિષાસુર

શુંભ નિશુંભને હાથે હણ્યા રે બહુચરા બીજા અનેક અસુર

રક્તબીજને તમે મારીયા રે બહુચરા રક્ત ચલાવ્યા પુર

એ મુવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દેત્ય તણા ઘરમાંય
મુવા તે મરઘા બોલાવીયા રે બહુચરા દેત્ય તણા ઘરમાંય
ઘોડીમાંથી ઘોડો કર્યો રે બહુચરા સ્ત્રી માંથી પુરુષ

હૈયુ નથી જોને હાલતુ રે બહુચરા પુણ્ય ગયું રે પાતાળ

હોમ હવન ત્યાં થાય છે રે બહુચરા શ્રીફળ ઘણા હોમાય
હોમ હવન ત્યાં થાય છે રે બહુચરા શ્રીફળ ઘણા રે હોમાય

એવા બ્રહ્મા ભણે છે ત્યાં વેદ જોને બહુચરા આનંદ ઉત્સવ થાય
બ્રહ્મા ભણે જોને વેદ ત્યાં બહુચરા આનંદ ઉત્સવ થાય
કર જોડીને વિનવે રે બહુચરા વલ્લભ તારો દાસ

આદ્યશક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય
આદ્યશક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય
દીન જાણીને દયા કરો રે બહુચરા મુખે માંગુ તે થાય
દીન જાણીને દયા કરો રે બહુચરા મુખે માંગુ તે થાય

આદ્યશક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય
આદ્યશક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય
આદ્યશક્તિ તુજને નમુ રે બહુચરા ગુ્ણપત લાગુ પાય 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »