Haji Kasam Tari Vijadi Re Lyrics in Gujarati

Haji Kasam Tari Vijadi Re - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Manoj - Vimal
Geet Sankalan : Manu Rabari
Label  : Ekta Sound
 
Haji Kasam Tari Vijadi Re Lyrics in Gujarati
 
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હા શેઠ કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

હા ભુજ અંજારથી જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર
ભુજ અંજારથી જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર

દેશપરદેશથી માનવી આયા
દેશપરદેશથી માનવી આયા
જાય છે મુંબઇ શે’ર કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

હા દશબજે તો ટિકટું લીધી
જાય છે મુંબઇ શે’ર
દશબજે તો ટિકટું લીધી
જાય છે મુંબઇ શે’ર...
તેર તેર જાનું સામટી જૂતી
તેર તેર જાનું સામટી જૂતી
બેઠા કેસરિયા વર, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હારે કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

ચૌદ વીશુંમોય શેઠિયા બેઠા
છોકરોનો નઈ પાર
ચૌદ વીશુંમોય શેઠિયા બેઠા
છોકરોનો નઈ પાર

અગિયાર વાગે આગબોટ હાંકી
અગિયાર વાગે આગબોટ હાંકી
જાય છે મુંબઇ શે’ર, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

બાર બજે તો બરોબર ચડિયાં
જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં
જાય છે મુંબઇ શે’ર

ઓતર દખણના વાયરા વાયા
ઓતર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યાં વા’ણ, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

મોટા સાહેબના વાવડ મળીયા ન
વીજળીને પાછી વાળ
મોટા સાહેબના વાવડ મળીયા ન
વીજળીને પાછી વાળ

જહાજ તું તારું પાછું વાળે
જહાજ તું તારું પાછું વાળે
રોગ તડાકો થાય, કાસમ,તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

પાછી વાળું મારી ભોમકા લાજે
અલ્લા માથે છે એમાન
પાછી વાળું મારી ભોમકા લાજે
અલ્લા માથે છે એમાન

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા
દરિયે આયા દુઃખ, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

મધદરિયામાં મામલો મચે
વીજળી વેરણ થાય
મધદરિયામાં મામલો મચે
વીજળી વેરણ થાય

ચહમાં માંડીને માલમી જોવે
ચહમાં માંડીને માલમી જોવે
અણીનો ના’વે પાર, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

કાચને કુંપે કાગળ લખે
મોકલે મુંબઇ શે’ર
કાચને કુંપે કાગળ લખે
મોકલે મુંબઇ શે’ર

હિન્દુ મુસલમાન માનતા માને
હિન્દુ મુસલમાન માનતા માને
પાંચમાં ભાગે રાજ. કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

પોંચ લેતાં તું પોણસો લેજે
સારું જમાડું શે’ર
પોંચ લેતાં તું પોણસો લેજે
આખું જમાડું શે’ર

ફટ ભૂંડી તું વીજળી મારાં
ફટ ભૂંડી તું વીજળી મારાં
તેરસો માણસ જાય, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

વીજળી કે મારો વાંક નથી વીરા
છઠ્ઠીના લખ્યા લેખ
વીજળી કે મારો વાંક નથી વીરા
છઠ્ઠીના લખ્યા લેખ

તેરસો માણસ સામટાં ડૂબ્યાં
તેરસો માણસ સામટાં ડૂબ્યાં
ડૂબ્યાં કેસરિયા વર, કાસમ. તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

ચૂડી એ કોઠે દીવા જલે ને
જુએ જાનુંની વાટ
ચૂડી એ કોઠે દીવા બળે ને
જુએ જાનુંની વાટ

મુંબઇ શે’રમાં માંડવા નાખેલ
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ
ખોબલે વેં’ચાય ખાંડ, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

ઢોલ ત્રાંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુંની વાટ
ઢોલ ત્રાંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુંની વાટ

સોળસો કન્યા ડુંગરે ચડી
એ એવી સોળસો કન્યા ડુંગરે ચડી
જુએ જાનુંની વાટ, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

દેશો દેશથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય
દેશો દેશથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય

વાણિયા વાંચે ને ભાટિયા વાંચે
વાણિયા વાંચે ને ભાટિયા વાંચે
ઘર ઘર રોનો થાય, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

પીઠી ભરી તો લાડડી રુવે
માંડવે ઊઠી આગ
પીઠી ભરી તો લાડડી રુવે
માંડવે ઊઠી આગ

સગું રુવે એનું સાગવી રુવે
સગું રુવે એનું સાગવી રુવે
બેની રુવે બાર માસ, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

લેખ આ લખેલ વિધિએ આવા
વીજળીનો શું વાંક
લેખ આ લખેલ વિધિએ આવા
વીજળીનો શું વાંક

કર્મ લખેલ લેખની આગે
કર્મ લખેલ લેખની આગે
કોઈના મારે મેખ, કાસમ તારી
કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ
હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »