Raja Janak Gher Mandvo Lyrics in Gujarati

Raja Janak Gher Mandvo - Praful Dave
Singer : Praful Dave
Music :  Pankaj Bhatt
Label : Soor Mandir 
 
Raja Janak Gher Mandvo Lyrics in Gujarati
 
એ રાજા જનક ઘેર માંડવો સાહેલડી
રાજા જનક ઘેર માંડવો
રાજા જનક ઘેર માંડવો સાહેલડી
રાજા જનક ઘેર માંડવો
હારે આવ્યા મોટા મોટા ભૂપ
આવ્યા મોટા મોટા ભૂપ
રાજા જનક ઘેર માંડવો
હારે આવ્યા મોટા મોટા ભૂપ
આવ્યા મોટા મોટા ભૂપ
રાજા જનક ઘેર માંડવો

એ લંકા કે ગઢથી રાવણ આવીયો સાહેલડી
લંકા કે ગઢથી રાવણ આવીયો
હે લંકા કે ગઢથી રાવણ આવીયો સાહેલડી
હે લંકા કે ગઢથી રાવણ આવીયો
એની સાથે કરણક્રુભ, એની સાથે કરણક્રુભ
રાજા જનક ઘેર માંડવો
હારે એની સાથે કરણક્રુભ, એની સાથે કરણક્રુભ
એ રાજા જનક ઘેર માંડવો

એ રાજા જનક એમ બોલિયાં
ધનુષ ચઢાવે કોઈ રાજીયો સાહેલડી
ધનુષ ચઢાવે કોઈ રાજીયો
ધનુષ ચઢાવે કોઈ રાજીયો સાહેલડી
ધનુષ ચઢાવે કોઈ રાજીયો
હારે એને આપુ કન્યા દાન, હું તો આપુ કન્યા દાન
રાજા જનક ઘેર માંડવો
હારે એને આપુ કન્યા દાન, હું તો આપુ કન્યા દાન
રાજા જનક ઘેર માંડવો

એ હાંક મારીને રાવણ ઉઠિયો સાહેલડી
હાંક મારીને રાવણ ઉઠિયો
હાથથી ધનુષ ના ઊપડ્યું સાહેલડી
હાથથી ધનુષ ના ઊપડ્યું
હારે લાજયો લંકા કેરો ભૂપ, હે લાજયો લંકા કેરો ભૂપ
રાજા જનક ઘેર માંડવો
હારે લાજયો લંકા કેરો ભૂપ, લાજયો લંકા કેરો ભૂપ
એ રાજા જનક ઘેર માંડવો

સીતાજીના તાત એમ બોલ્યા મારી બેનડી
સીતાજીના તાત એમ બોલિયા
સીતાજીના તાત એમ બોલ્યા બેનડી
સીતાજીના તાત એમ બોલિયા
હારે મારે કરવો શુ ઉપાય, હવે કરવો શુ ઉપાય
રાજા જનક ઘેર માંડવો
હારે મારે કરવો શુ ઉપાય, હવે કરવો શુ ઉપાય
એ રાજા જનક ઘેર માંડવો

એ ઋષિ આજ્ઞાથી રામ ઉઠીયા સાહેલડી
ઋષિ આજ્ઞાથી રામ ઉઠીયા
સીતાજી ઉભા રે મંદિર માળિયે સાહેલડી
સીતાજી ઉભા રે મંદિર માળિયે
હારે જોવે રામજીના રૂપ, રઘુપતિ કેરા રૂપ
રાજા જનક ઘેર માંડવો
હારે જોવે રામજીના રૂપ, રઘુપતિ કેરા રૂપ
એ રાજા જનક ઘેર માંડવો

એ ધનુષ ભાંગીને કર્યા કટકા સાહેલડી
ધનુષ ભાંગીને કર્યા કટકા
એ ધનુષ ભાંગીને કર્યા કટકા સાહેલડી
ધનુષ ભાંગીને કર્યા કટકા
ઉતાર્યો ભૂમિ કેરો ભાર રામે ભૂમિ કેરો ભાર
રાજા જનક ઘેર માંડવો
ઉતાર્યો ભૂમિ કેરો ભાર રામે ભૂમિ કેરો ભાર
રાજા જનક ઘેર માંડવો

રાજા જનક ઘેર માંડવો સાહેલડી
રાજા જનક ઘેર માંડવો
હે આવ્યા મોટા મોટા ભૂપ
આવ્યા મોટા મોટા ભૂપ
રાજા જનક ઘેર માંડવો
હો હો રાજા જનક ઘેર માંડવો
રાજા જનક ઘેર માંડવો
હે રાજા જનક ઘેર માંડવો
રાજા જનક ઘેર માંડવો
રાજા જનક ઘેર માંડવો

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »