Ekaldi Parnai Lyrics - Rakesh Barot

 
Ekaldi Parnai Lyrics  in Gujarati
 
એકલડી પરણાઈ માં મને મને એકલડી પરણાઈ

એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ
અરે દુખડામાં પરણાઈ માં મન એકલડી પરણાઈ
હે રાજા રે અજમલજી દીકરી એકલડી પરણાઈ
રાજા રે અજમલજી દીકરી એકલડી પરણાઈ
પિંગળગઢ પરણાઈ માં મન એકલડી પરણાઈ
એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ...
હો લાસા લક્ષ્મી ને બેની સગુણા
રોવે રે ચોધાર કોઈ નથી આધાર
હો ભાઈ વિનાની બેની સગુણા
મેણાનો મારસે માર સાસુ વારંવાર

માતા રે મીનલદે દીકરી એકલડી પરણાઈ
માતા રે મીનલદે દીકરી દેશાવર પરણાઈ
પિંગળગઢ પરણાઈ માં મન એકલડી પરણાઈ
એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ...

હો કોણ રે જાશે બેની ને તેડવા
છેટી સાસરિયાની વાટ
પિંગળગઢની વાટ
હો રત્નો રે રાયકો આણે રે જાશે
લઇ પવન વેગી હાંઢ
પિંગળગઢ રે જાય

કાકા રે કુટુંબે દીકરી એકલડી પરણાઈ
કાકા રે કુટુંબે દીકરી એકલડી પરણાઈ
એ પિંગળગઢ પરણાઈ માં મન એકલડી પરણાઈ
પિંગળગઢ પરણાઈ માં મન એકલડી પરણાઈ
એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ...
હો રોવે સે ગોમ ને રોવે ગોમેણું
વસમી આ વિદાય
ઢોલ શરણાઈ સંભળાય
લોક વાયકા દંતકથા આધારે
મનુની કલમે લખાય
રાકેશ ગુણલા ગાય

રોવે રે નગરીના લોકો એકલડી પરણાઈ
આવી જા મારા વીરા રામદેવ સગુણાના ભાઈ
એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ
એ દુખડામાં પરણાઈ માં મન દુખડામાં પરણાઈ

એ દેશાવર પરણાઈ માં મન પિંગળગઢ પરણાઈ
એ એકલડી પરણાઈ માં મન એકલડી પરણાઈ....
 

 

Previous
Next Post »