Tu Jone Ne Jone Mata Song Lyrics - Vijay Suvada - Vanita Patel

 
Tu Jone Ne Jone Mata Song Lyrics - Vijay Suvada - Vanita Patel
 
Tu Jone Ne Jone Mata Song Lyrics in Gujarati
 
અ…ન…દેરા…

એ કળજુગ જામોનાં મોં, તમારા પોંચ પચી આલેલે
જગત ન દુનિયા લઈન નાહી જશે,
એ એક થાળી મોં ખાધેલું હશે તો થાળીમ થુંકશે પણ…
મોંણસ ખઈન ખોટું બોલશે,

એ પણ આઠમ ના નેવોદ આલેલો હશે તો
મારી માતા તારું જમેલુ ભાથું કોઈ દાડો
ખઈન જૂઠું નહિ બોલ,
એ તારા વિશ્વાસ નો અવિશ્વાસ નઈ કર
એ તારો રાખેલો ભરોસો કદાચ દુનિયા ની
એ પોંચ કચેરી વકીલ તારો ન્યાય ના કર તો
અડધી રાતે તારી માતા ન પોકાર કરજે,...

એ જગત ના ફોજદાર ફરી જાય, જગત ન દુનિયા ફરી જાય
એ તારી માતા નઈ ફર, કાળી રાતે તારો ન્યાય આલશે
દેરા…દેરા આવો…

એ ભોળો હમજી ને તારો ભરોહો મેં રાખ્યો

એ ભોળો હમજી ને તારો ભરોહો મેં રાખ્યો
મારા વિશ્વાસ નો તે મલાજો ના રાખ્યો
તું જોણે ને જોણે માતા એ…માં...

હાથ ના કર્યા મારા હૈયે વાગ્યા
તારી ભઈબંધી એ ચોય ના ના રાખ્યા
તું જોણે ને જોણે માતા હે…માં

ભોળો હમજી ને તારો ભરોહો મેં રાખ્યો
મારા વિશ્વાસ નો તે મલાજો ના રાખ્યો
તું જોણે ને જોણે માતા, હે…માં
તું જોણે ને જોણે માતા, માતા રે…માં…...

ઓ…મન માં તારા મેલ હતો અમે ના જાણ્યા
કુવા માં ઉતારી તમે વરત રે વાઢ્યા…
એ…ચિયા ગુના ના વેર તમે વાળ્યા
જીવતે જીવ અમને મારી રે નાખ્યા

એ અડધી રાતે મારી માડી ન્યાય માંગશે
એ અડધી રાતે મારી માડી ન્યાય માંગશે
ધોળે દાડે એ તો તારા દેખાડશે
તું જોણે ને જોણે માતા હે…માં
તું જોણે ને જોણે માતા, માતા રે…માં…...

હો…આજ મનાવે આખી દુનિયા દિવાળી
તારા કારણીયે આજ મારે હોળી
હો…પૈસો ખાતર તે તો ભઈબંધી રે તોડી
મારા જીવન માં ઝેર ગયો તું ઘોળી

હે…વાગતા ઢોલે તારે આપવું રે પડશે
એ વાગતા ઢોલે તારે એવું રે પડશે
મેં તો છોડ્યો મારી માતા ના છોડશે
તું જોણે ને જોણે માતા હે…માં…
તું જોણે ને જોણે માતા, માતા રે…માં…..

ઓ ધૂપ રે ધુમાડા નું પરમાણ રાખશે
કુળ ની દેવી મારી આબરૂ રે રાખશે
ઓ આજ કાળી રાતો કાલે અજવાળું આવશે
સુખ નો સુરજ મારી માતા ઉગાડશે...

હો વેંણ વધાવો લઇ ડગલું અમે ભરતા
હો વેંણ વધાવો લઇ ડગલું અમે ભરતા
પૂસ્યા વિના માં ને પોણી ના પીતા
તું જોણે ને જોણે માતા હે…માં…
તું જોણે ને જોણે માતા, માતા રે…માં…

હો ભોળો હમજી ને તારો ભરોહો મેં રાખ્યો
મારા વિશ્વાસ નો તે મલાજો ના રાખ્યો
તું જોણે ને જોણે માતા, હે માં

ખરા ટોણે આઈ માતા, હે…માં…
તું જોણે ને જોણે માતા, હે…માં…
સુખ ના દાડા લાઈ માતા, હે…માં…
તું જોણે ને જોણે માતા, હે…માં…...

અરે રે દેરા હોંભળજે વા…ત
શેઠ ન લક્ષ્મી માતા બે વાતે વાળ્યા દેરા…
લક્ષ્મી કે સ શેઠ માર જાવું સ મન રાજા આલો ન
શેઠ કે સ દરવાજા ઉઘાડા સ
તમાર જવું હોય તો માતાજી તમ ન રાજા આલુ શું
લક્ષ્મી જાય એટલ પાછળ નિતી એવું કે સ
શેઠ મન એ ચેડ ન ચેડ રાજા આલો ન ડેરા…
નિતી જી એટલ પેલો ધરમ ચેવું બોલ…

માતા લક્ષ્મી જતો રયો, નિતી જતી રી
મારુ ધરમ નું ઓય તમારા શેઠ ના ઘર માં
કશુ કોમ નથી મ ન જાવ દયો ન…...

શેઠ ચેવું બોલ જતા રો ન તમારે જાવું હોય તો
એમ કર ત કર ત છેલ્લું સત્ત ઘર માં રઈ જ્યું
સત્ત, શેઠ બે જણો વાતે વાળ્યો દેરા…

શેઠ મારી લક્ષ્મી મારી નિતી ધરમ જતો રયો
મારુ સત્ત નું ઓય કશુ કોમ નથી મ ન જવા દયો ન…

શેઠ કે સ સત્ત હોભળો ન ઘર નો ખૂણો ખાલી સ
તો જઈન બોલ્યા વગર બેહી જો ન…

એ…એમ કર ત કર ત પરોઢિયા ની વેળા વળી
લક્ષ્મી કે સ સત્ત ઘર મોથી ચમ બાર આવતું નથી…દેરા…...

કુદરત કર એવું કોઈ ના કર
લક્ષ્મી, નિતી ન ધરમ ઘર મોં પાશો વાળ્યો…દેરા…

કળજુગ મોં જીના ઘેર સત્ત હશે ઈના ઘેર કોય દાડો
લક્ષ્મી, નિતી ધરમ ખૂટશે નઈ આવી સત્ત ની વાતો જુદી સ…

વા ફર વાદળ ફર, ફર નદીયો ના નીર
દેવ નું મારેલું વેંણ કોય દાડો પાછું વળતું નથી…દેરા…... 

Previous
Next Post »