Jay Adhyashakti Aarti Lyrics in Gujarati

 

Jay Aadhya Shakti Aarti - Jignesh Barot
Title : Jay Aadhya Shakti Aarti
Singer : Jignesh Barot
Music : Ravi - Rahul
Music Label  : Ekta Sound
 
Jay Adhyashakti Aarti Lyrics in Gujarati
 
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા , પડવે પ્રકટ્યા મા …
 ઓમ જ્યો જ્યો માં જગદંબે

મૈયા દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ  ગાયે માં , હર  ગાયે હર મા … ઓમ

મૈયા તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
દયા  થકી તરવેણી, તું તરવેણી  મા … ઓમ

મૈયા ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌદિશા , પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

મૈયા પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ સહસ્ત્ર  ત્યાં સોહિયે માં , પંચે તત્વોમાં … ઓમ

મૈયા ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો
નર નારીના રૂપે માં , વ્યાપ્યાં સઘળે મા … ઓમ

મૈયા સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા-સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી માં , ગૌરી ગીતા મા … ઓમ

મૈયા અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા
 સુરનર વર મુની વર જનમ્યા , દેવ દૈત્યોમાં … ઓમ

મૈયા નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન,
 કીધા હર બ્રહ્મા … ઓમ

મૈયા દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા માં , રાવણ રોળ્યો મા … ઓમ

મૈયાએકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિ કામાં , શ્યામા ને રામા … ઓમ

મૈયા બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહિયે , કાળ ભૈરવ સોહિયે ,
તારા છે તુજ મા … ઓમ

મૈયા તેરસે તુળજા રૂપ, તમે  તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં … ઓમ

મૈયા ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડ માં
ભાવ ભક્તિ કંઇ આપો માં , ચતુરાઇ કંઇ આપો,
 સિંહવાહીની મા … ઓમ

મૈયાપૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા માં , માર્કંડ મુનિ એ વખાણ્યા,
 ગાઈ શુભ કવિતા … ઓમ

મૈયા  સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા માં , રેવાને તીરે,
હર  ગંગાને તીરે … ઓમ

મૈયા ત્રંબાવટી નગરી, આઈ  રૂપાવટી નગરી
માં મંછાવટી નગરી ,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ માં , માં ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી … ઓમ

મૈયા શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, માં જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ

એકમેં  એક સ્વરૂપ, અંતર નવ ધરશો
ભોળા ભવાનીને ભજતાં માં , ભોળા અંબે માં ને ભજતાં માં
ભવસાગર તરશો … ઓમ

મૈયા ભાવ ન જાણું ભક્તિ  ન જાણું નવ જાણું સેવા
વલ્ભભ ભટ્ટ  ને આપી ,એવી અમને આપો ચરણો ની સેવા  ... ઓમ

માની ચુંદડી લાલ ગુલલ શોભા બવ સારી
આંગણ કુક્ડ નાચે ,જય બહુચર માતા  ...
ઓમ જ્યો જ્યો માં જગદંબે...

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »