Aahir Ni Chhe Dikari Lyrics in Gujarati

Aahir Ni Chhe Dikari - Farida Meer
Singer : Farida Meer
 Label : Tirath Studio
 
Aahir Ni Chhe Dikari Lyrics in Gujarati
| આહિરની છે દિકરી લિરિક્સ ગુજરાતીમાં |
 
આહિરની છે દિકરી, એનું અમરમાં છે નામ
આહિરની છે દિકરી, એનું અમરમાં છે નામ
પ્રભુની હારે લાગી લગની ભજ્યા સુંદર શ્યામ
મારા હરિની હારે લાગી લગની ભજ્યા સુંદર શ્યામ
આહિરની છે દિકરી...

વાવડી રે ગામ છે ને પરબ રૂડાં ધામ છે
વાવડી રે ગામ છે ને પરબ રૂડાં ધામ છે
અલખના રે નામનાં જ્યાં નાદો રે સંભળાય
હરિની હારે લાગી...

બાપુ દેવીદાસ એવા કરે રોગીયાંની સેવા
બાપુ દેવીદાસ એવા કરે રોગીયાંની સેવા
હાથ રે મેલે ને કાયા હેમની રે થાય
હરિની હારે લાગી...

વેલનાં રે ધાડાં આવે, એમાં રે અમરમાં આવે
વેલનાં રે ધાડાં આવે, એમાં રે અમરમાં આવે
પાણીડાં પીવાને પરબે અમરમાં રે જાય
હરિની હારે લાગી...

માતાજીના નામ એવાં ઉજાળ્યા આહિર કુળ જેવા
માતાજીના નામ એવાં ઉજાળ્યા આહિર કુળ જેવા
સેવકોની માડી તમે લેજો રે સંભાળ
પ્રભુની હારે લાગી લગની ભજ્યા સુંદર શ્યામ
મારા હરિની હારે લાગી લગની ભજ્યા સુંદર શ્યામ
આહિરની છે દિકરી, એનું અમરમાં છે નામ
પ્રભુની હારે લાગી લગની ભજ્યા સુંદર શ્યામ
હરિની હારે લાગી... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »