Shyam Ne Vhali Radha Lyrics in Gujarati | શ્યામ ને વહાલી રાધા લિરિક્સ ગુજરાતીમાં

Shyam Ne Vhali Radha - Kirtidan Gadhvi
Singer : Kirtidan Gadhvi , Music : Rahul Munjariya
Lyrics : Bharat Rami , Label : Shree Parijat Motion
 
Shyam Ne Vhali Radha Lyrics in Gujarati
| શ્યામ ને વહાલી રાધા લિરિક્સ ગુજરાતીમાં 
 
શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ...
શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ...
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ

રાધા ભીંજાય છે કાના ની પ્રીત માં
કાનો સંભળાય છે રાધા ના ગીત માં

મુખે બસ રાધા નું નામ....ઘેલો થયો રે ઘનશ્યામ...

શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ...
શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ...
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ

હો.... શ્યામ જુવો તો જાણે મલકંતો મોરલો
રાધા ઢળકતી ઢેલ...

વરસે છે પ્રેમ નો ઝરમરતો મેહુલો
માંડ્યા છે પ્રીત્યું ના ખેલ

છલકે છે હેત ઓલી રાધા ના નેણ થી
કાનો વહી જાય એના વ્હાલ ભર્યા વ્હેણ થી

મળ્યો મનગમતો મુકામ
ભીંજાય રાધા ને શ્યામ
ઓ શ્યામ
ભીંજાય રાધા ને શ્યામ

શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ...
શ્યામ ને વહાલી રાધા, રાધા ને વ્હાલો શ્યામ...
પ્રેમ કેરા રંગે, રંગાયું ગોકુળ ગામ

લાગ્યો રોમે - રોમે રંગ, જાગ્યા પ્રેમ ના તરંગ, રમે રાધા કાનો સંગ
વેણુ વાગી રે વાગી....

એવા ઉર માં ઉમંગ, છાયો ગોકુળ આનંદ, રમે રાધા કાનો સંગ
વેણુ વાગી રે વાગી...

રમે રાધા કાનો સંગ વેણુ વાગી રે વાગી…
રમે રાધા કાનો સંગ વેણુ વાગી રે વાગી…
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »