Nasib Ma Lakhelu Hashe Lyrics in Gujarati | નસીબ મા લખેલું હશે લિરિક્સ ગુજરાતીમાં


 Nasib Ma Lakhelu Hashe - Ajay Rabari
Singer : Ajay Rabari , Lyrics : Darshan Bazigar
Music : Shashi Kapadiya , Label : Rameshwar Digital
 
Nasib Ma Lakhelu Hashe Lyrics in Gujarati
| નસીબ મા લખેલું હશે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો નસીબમાં લખેલું હશે
હો નસીબમાં લખેલું હશે
આ જન્મે તને મળવાનું
હો લેખમાં લખેલું હશે
આ ભવે જોડે જીવવાનું

હો ક્યાંથી તમે અમને મળવાના
આ દુનિયાની ભીડમાં ક્યાં જડવાના
ક્યાંથી તમે અમને મળવાના
આ દુનિયાની ભીડમાં ક્યાં જડવાના

હો નસીબમાં લખેલું હશે
આ જન્મે તને મળવાનું
હો આ જન્મે તને મળવાનું

હો મારા રોમનું ગળેલું હશે જોડલું
હગપણ આ પ્રેમનું હશે મેળનું
હો તારી જોડે જીવવાનું હશે લખેલું
જૂઠા જગતમાં હાચું રતન મળેલું

હો પરભવના લેખ વગર મળાતું નથી
પ્રેમ તો મળે જોડે જીવાતું નથી
પરભવના લેખ વગર મળાતું નથી
પ્રેમ તો મળે જોડે જીવાતું નથી

હો લેખમાં લખેલું હશે
આ ભવે જોડે જીવવાનું
હો આ જન્મે તને મળવાનું

હો બચપન ની યાદો સંગ કરેલી એ વાતો
તારા મોઢે હાંભળવી ગમે મને વાતો
હો તારો મારો નાતો જગ જાણે આપણી વાતો
તું ના હોય જોડે તો આ દિવસ નથી જાતો

હો તમે આવ્યા જીવનમાં મારા નસીબ ખુલ્યા
પરભવના પુને તમે અમને રે મળ્યા
તમે આવ્યા જીવનમાં મારા નસીબ ખુલ્યા
પરભવના પુને તમે અમને રે મળ્યા
અમને રે મળ્યા

હો નસીબમાં લખેલું હશે આ જન્મે તને મળવાનું
ઓ આ ભવે જોડે જીવવાનું 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »