Vijogan-2 Lyrics in Gujarati | વિજોગણ ૨ લિરિક્સ ગુજરાતીમાં

Vijogan-2 -  Savan bharwad
Singer : Savan Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : Meru Bambha , Label : S. S. Digital
 
Vijogan-2 Lyrics in Gujarati 
| વિજોગણ ૨ લિરિક્સ ગુજરાતીમાં
 
હો પ્રેમ પ્રેમ એ કરીને ના કોઈ જીવજો
પ્રેમ જો નઈ મળે તો રોઈ રોઈ જાશે દલ
પ્રેમ જો નઈ મળે તો મરી જાહે જીવવાનું મન

હો પ્રેમ કરીને અમે ઘણું પછતાણા
હો પ્રેમ કરીને અમે ઘણું પછતાણા
આ દલડા આપીને અમે નથી હરખાણાં

હો મર્યાદામાં મોઢા સિવાણા
અમે બોલી કઈ ના શક્યા
સોણા મારા એવા વિખડા
મારા આહુ ના રોકાણા
લાડ કરીને અમે લાજે લુટાણાં
હો સમણા સાવનના તારા લાખે લુટાણાં

હો હો જીવ બાળીને જીવીએ ને હસતા મોઢે ફરીએ
દિલને દિલાહા આપીએ ને મનને માંડ હમજાવીએ
અરે રે મારે હસવું તું જેની હારે એતો ના લખાણું લેખે
મારે જીવવું તું જેને જીવ ગણીને ના લખાણું નસીબે

હો મેતો સપને નોતું વિચાર્યું આવું થશે મારી હારે
યાદો તારી આવશે દલ રોઈ પડે જોરદારે
હૈએથી રડ્યાને અમે મુખે મલકાણાં
હો હેત કરીને અમે નથી હરખાણાં

અરે બાપની રાખવા આબરૂ તું હમજું બની ગઈ
દિલમાં દબાવી પ્રેમ કઠણ કાળજાની તું બની ગઈ
હો લેખ વગરનું અધૂરુ બધું એવું તું હમજાઈ ગઈ
જીવતે જીવ મરી ગઈ હું તો એવું તું મને કહી ગઈ

હો વીતે ભલે વર્ષો જાજા વયા જાયા જવાના
કેમ રે ભૂલવું મારે મારું મનનું માનેલું માણ
અંતરના આ ઓરતા મારા અંતરમાં દબાણાં
હો પ્રેમ કરીને અમે ઘણું પછતાણા
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »