Valam Mane Jova Male Na Lyrics in Gujarati | વાલમ મને જોવા મળે ના લિરિક્સ ગુજરાતીમાં

Valam Mane Jova Male Na
Singer : Rinku Bharwad , Lyrics : Raghuveer Barot
Music : Shashi Kapadiya , Label : Rameshwar Digital
 
Valam Mane Jova Male Na Lyrics in Gujarati
| વાલમ મને જોવા મળે ના લિરિક્સ ગુજરાતીમાં 
 
હો નજરો તને ખોળે નેણ ઠરે ના
હો નજરો તને ખોળે નેણ ઠરે ના
વાલમ મારો મને જોવા મળે ના
મેલી ગયો માણીગર મનડું મારું માને ના

હે વાતો તારી હૈયું હવે વિહરે ના
કેમ તને યાદ મારી આવે ના
મેલી ગયો માણીગર મનડું મારું માને ના

એ હવે આવો પાછા દેહમાં
સિદ ગયા છો પરદેહમાં
હવે હવે પાછા દેહમાં
સિદ ગયા છો પરદેહમાં

નજરો તને ખોળે નેણ ઠરે ના
વાલમ મારો મને જોવા મળે ના
મેલી ગયો માણીગર મનડું મારું માને ના
હે મેલી ગયો માણીગર મનડું મારું માને ના

હો કોઈ નથી તારા જેવા વાલ કરનારું
તારા વિના વાલમ મારે હાવ રે અંધારું
હે બની બેઠી વિજોગણ તારા રે વિયોગમાં
તારા જેવું કોઈ નથી આખા રે જગમાં

હો કાંતો લઈજા તારી હારે એકલું નથી રેવું મારે
કાંતો લઈજા તારી હારે એકલું નથી રેવું મારે

નજરો તને ખોળે નેણ ઠરે ના
વાલમ મારો મને જોવા મળે ના
મેલી ગયો માણીગર મનડું મારું માને ના
હે મેલી ગયો માણીગર મનડું મારું માને ના

હો રાહ જોવા માં મારો જીવ જતો રહેશે
તને મારા મોત ના કોણ હમાચાર દેશે
હે હવે ના કરતો વાર આવી જા વાલમિયા
રડી રડીને આંખે ભર્યા મારે દરિયા

હો જગ ઝહેર જેવું લાગે દલ સાથ તારો માંગે
જગ ઝહેર જેવું લાગે દલ સાથ તારો માંગે

હો નજરો તને ખોળે નેણ ઠરે ના
વાલમ મારો મને જોવા મળે ના
મેલી ગયો માણીગર મનડું મારું માને ના
હે મેલી ગયો માણીગર મનડું મારું માને ના 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »