Dhaba Vadi Aapdi Lrics in Gujarati | ધાબા વાળી આપડી લિરિક્સ ગુજરાતીમાં

Dhaba Vadi Aapdi - Umesh Barot
Singer : Umesh Barot , Music : Dipesh Chavda
Lyrics : Anand Mehra , Label : Shri Ram Audio And Telefilms
 
Dhaba Vadi Aapdi Lrics in Gujarati
| ધાબા વાળી આપડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો રાહ જોવું પતંગ ફિરકી લઈને હું તો ક્યારનો
હો રાહ જોવું પતંગ ફિરકી લઈને હું તો ક્યારનો
આવે જાનું ધાબે પતંગ ચગાવું એના નામનો
કાળા ચશ્મા પહેરી કાળી ટોપી માથે રાખી
કાળા ચશ્મા પહેરી કાળી ટોપી માથે રાખી
આવશે ભાભી તમારી જોજો ધ્યાન રાખી

એના વાળની લટશે વાંકડી હોમે ધાબાવાળી આપડી
હે લાવો ઊંધિયું પાપડી હોમે ધાબાવાળી આપડી

હો નેણોથી આમના પેચ તમે લડાવો
કહી દો જે કહેવું હોય આમ ના સતાવો
હો હું છું પતંગ તારો તું છે મારી દોરી
છેટા આમ છેટા ના ફરશો તમે દોરી

હો સખીઓ હારે રહીને તમે બહુ ના ઇતરાશો
ભાઈબંધો કહેશે કે તમે બહુ શરમાવો છો
મેલી શરમ તમે આવો ધાબે મારું માન રાખી
એ લાગે છે બહુ નખરાળી હોમે ધાબાવાળી આપડી
એ મંગાવો ઊંધિયું પાપડી હોમે ધાબાવાળી આપડી આપડી આપડી

હે જાનો છે રંગ આજ ઉડશે પતંગ
મારા ભાઈબંધોને સંગ અને પ્રેમીને સંગ
જોઈએ છે કોણ આજ જીતે છે જંગ
આજ જીતે છે પ્રેમ કે જીતે ભાઈબંધ

જાનો છે રંગ આજ ઉડશે પતંગ
મારા ભાઈબંધોને સંગ અને પ્રેમીને સંગ
જોઈએ છે કોણ આજે જીતે છે જંગ
આજ જીતે છે પ્રેમ કે જીતે ભાઈબંધ
જીતે છે પ્રેમ કે જીતે ભાઈબંધ
જીતે છે પ્રેમ કે જીતે ભાઈબંધ

એ લપેટ અરે ખેંચ ખેંચ અરે લપેટ
જેની ફિરકીની દોરી પાતળી હોમે ધાબાવાળી આપડી
જે લાગે હવથી રૂપાળી હોમે ધાબાવાળી આપડી
હે જેના વાળની લટ છે વાદળી હોમે ધાબાવાળી આપડી
જેના હોઠ ગુલાબની પાંદડી હોમે ધાબાવાળી આપડી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »