Jena Mukhma Ramnu Naam Nathi Lyrics in Gujarati | જેના મુખમાં રામનું નામ નથી લિરિક્સ ગુજરાતીમાં

Jena Mukhma Ramnu Naam Nathi - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Lyrics : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
 
Jena Mukhma Ramnu Naam Nathi Lyrics in Gujarati
| જેના મુખમાં રામનું નામ નથી લિરિક્સ ગુજરાતીમાં 
 
જેના મુખ માં રામનું નામ નથી 
તેનો મનુષ્ય તણો અવતાર  નથી......(2)

જેને હરિકીર્તનમાં પ્રેમ નથી (2)
એને શ્રીહરિ કેરી રહેમ નથી 

જેના મુખ માં રામનું નામ નથી 
તેનો મનુષ્ય તણો અવતાર  નથી(2)

જેને સંત-સેવામાં તાન નથી (2)
એને આ જગમાંહી માન નથી 

જેના મુખ માં રામનું નામ નથી 
તેનો મનુષ્ય તણો અવતાર  નથી(2)

જેના હૃદયમાં પ્રભુ રામ નથી (2)
તેના અંતર માં આરામ નથી 

જેના મુખ માં રામનું નામ નથી 
તેનો મનુષ્ય તણો અવતાર  નથી(2)

જેને ખરા ખોટાનું ભાન નથી (2)
એ સમજ્યા ખરા પણ સાન નથી 

જેના મુખ માં રામનું નામ નથી 
તેનો મનુષ્ય તણો અવતાર  નથી(2)

જેની પૂજામાં શાલિગ્રામ નથી (2)
તેને વૈકુંઠ માં  વિશ્રામ નથી 

જેના મુખ માં રામનું નામ નથી 
તેનો મનુષ્ય તણો અવતાર  નથી(2)

જેના ઘરમાં નીતી ધર્મ નથી  (2)
તેના ઘરમાં કશોયે મર્મ નથી 

જેના મુખ માં રામનું નામ નથી 
તેનો મનુષ્ય તણો અવતાર  નથી(2)

જેના મુખમાં રામનું નામ નથી (2)
એ દુરીજનનું અહીં કામ નથી 

જેના મુખ માં રામનું નામ નથી 
તેનો મનુષ્ય તણો અવતાર  નથી(2)

જે મોહ માયામાં રાચ્યા રહે (2)
એને પ્રભુ પોતાનો ક્યાંથી કહે 

જેના મુખ માં રામનું નામ નથી 
તેનો મનુષ્ય તણો અવતાર  નથી......(2) 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »