Ghar No Mitho Jagdo Lyrics in Gujarati | ઘરનો મીઠો ઝગડો લિરિક્સ ગુજરાતીમાં

Ghar No Mitho Jagdo - Yash Barot & Jashmika Barot
Singer - Yash Barot & Jashmika Barot
Lyrics -Naresh Thakor - Vayad
Music - Rohit Thakor , Label - Kushma Production
 
Ghar No Mitho Jagdo Lyrics in Gujarati
| ઘરનો મીઠો ઝગડો લિરિક્સ ગુજરાતીમાં
 
હમણાંથી હાહુ હોમે પડ્યા અને ઝગડા કરે બહુ
હમણાંથી હાહુ હોમે પડ્યા અને ઝગડા કરે બહુ
મેણા ટોળા બહુ ખમ્યા ચલાવી નહીં લઉં
શરમ આડી આવે તમારી નક્કર મોઢા ઉપર કહું

હે હમજણી સે આપણા ઘરમાં તું તો મોટી વહુ
હાહું વહુના ઝગડામાં હું શું કહું
બઈને તું કહેતી નહીં હું મારી રીતે કહું

હો ઘરના કોમ હું કરું છું બેઠા રેશે બઈ
વાતે વાતે છણકા કરે મને પોહાય નહીં
હો ઘરના કોમ હું કરું છું બેઠા રેશે બઈ
વાતે વાતે છણકા કરે મને પોહાય નહીં

તમે બે મારે તો સરખા હું કને કહેવા જઉં
તમારી ચિંતામાં થાકી હું તો જઉં
બઈને કહેતી નહીં હું તો ઓણે પડતું કહું
હે શરમ આડી આવે તમારી નક્કર મોઢા ઉપર કહું

હો ઘરમાં નણંદ નોની કરે ભઈને હલાડા
બેઠા બેઠા હાહુ આ હોભડે છે વધારા
તું પૈણી હાલ આઈ તને કને રે ભરમાઈ
બેસ બઈની જોડે લાગણી જશે રે બંધાઈ

અરે બેહું જયારે જોડે બે મોથી એકે બોલે નહીં
મોઢા મૈડે મારા હોમું મને ગમે નહીં
બેહું જયારે જોડે બે મોથી એકે બોલે નહીં
મોઢા મૈડે મારા હોમું મને ગમે નહીં

તમે બે મારે તો સરખા હું કને કહેવા જઉં
તમારી ચિંતામાં થાકી હું તો જઉં
બઈને કહેતી નહીં હું તો ઓણે પડતું કહું
હે શરમ આડી આવે તમારી નક્કર મોઢા ઉપર કહું

અરે ગોમના ઘરમાં ઢગલા ને બુન તો ફરવા વાળી
પૈણી વહુ લાયા કે લાયા કોમવાળી
એક દાડો બેહો ભેળા છોડો બધા છેડા
મનનો મેલ કાઢો ને કાઢો આ ઉકેડા

હો કરો માને રાજી તો બગડે નહીં બાજી
નણંદ જો હમજે તો હું બધી વાતે હાજી
કરો માને રાજી તો બગડે નહીં બાજી
નણંદ જો હમજે તો હું બધી વાતે હાજી

તમે બે મારે તો સરખા હું કને કહેવા જઉં
તમારી ચિંતામાં થાકી હું તો જઉં
બઈને કહેતી નહીં હું તો ઓણે પડતું કહું
હે શરમ આડી આવે તમારી નક્કર મોઢા ઉપર કહું 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »