Bus Ni Ticket Lyrics in Gujarati

Bus Ni Ticket - Gaman Santhal
Singer : Gaman Santhal , Lyrics :Mitesh Barot(Samrat)
Music :Amit Barot , Label :DMV Music 
 
Bus Ni Ticket Lyrics in Gujarati
| બસની ટિકિટ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો લીધી બસની ટિકિટ મળી બાજુ વાળી સીટ
લીધી બસની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસની ટિકિટ મળી બાજુ વાળી સીટ
જોઈ તને યાદ આઈ જુની મારી પ્રિત
યાદ હશે સાયકલની પાછલી સીટ
યાદ હશે સાયકલની પાછલી સીટ
બ્રેક મારૂંને તને લાગતીતી બીક
ઘણા દાડે મળી ઓળખાણ તો પડી
ઘણા દાડે મળી ઓળખાણ તો પડી
જોઈ તને આજ મારી આંખો રડી
લીધી બસની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસમાં વાગે છે ગમન સંથાલના ગીત
બસમાં વાગે છે ગમન સંથાલના ગીત

યાદ આયો તારા ઘરનો એ રસ્તો
જોવા તને સાયકલના આટા રે મારતો
પ્રેમની વાતો કાગળ પર લખતો
હોમે આવું તો બોલી નતો શકતો
વાતો નસીબની બધી સમય ગયો રે વીતી
વાતો નસીબની બધી સમય ગયો રે વીતી
નહીં આવે પાછા એ દિવસો રે કદી
લીધી બસની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસની ટિકિટ મળી બાજુ વાળી સીટ
બસમાં વાગે છે ગમન સંથાલના ગીત
બસમાં વાગે છે ગમન સંથાલના ગીત
www.gujaratitracks.com

તારી દુનિયામાં તું ખુશ તો છે ને
પ્રેમ મારો તને યાદ તો છે ને
હવે શું કહેવું મારા નસીબને
ભુલી ના જતી તું આ ગરીબને
પ્રેમ તો હતો પણ કિસ્મત નોતી
પ્રેમ તો હતો પણ કિસ્મત નોતી
યાદ રાખજે કે મહોબત હતી
આયુ તારૂં સ્ટેશનને બસ ઉભી રઈ
આયુ તારૂં સ્ટેશનને બસ ઉભી રઈ
જતા જોઈ તને આજ રડી મારી પ્રિત
જોઈ બસની ટિકિટ ખાલી થઇ ગઈ સીટ
બસની ટિકિટ ખાલી થઇ ગઈ સીટ
હું નહીં ભુલું યાદ રાખજે તું પ્રિત
હું નહીં ભુલું યાદ રાખજે તું પ્રિત
હું નહીં ભુલું યાદ રાખજે તું પ્રિત
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »