Aabh Fatyu Mathe Lyrics in Gujarati | આભ ફાટ્યું માથે લિરિક્સ ગુજરાતીમાં

Aabh Fatyu Mathe - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Mukesh Balva
Music : Jackie Gajjar , Label : Jhankar Music 
 
Aabh Fatyu Mathe Lyrics in Gujarati
| આભ ફાટ્યું માથે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો અમને છોડીને હાલ્યા બીજી વાટે...(૩) 
કેવુ અણધાર્યું આભ ફાટ્યું માથે 
કે તમે ચડ્યા આજ પારકા ની વાદે...(૨) 
વરહે વિરહ ની ધાર મારી આંખે 
હે અમે પ્રેમ કેરા દરિયા માં ડૂબતા રહ્યા 
તમે કિનારે ઉભા રહી અમને લૂંટતા રહ્યા...(૨)
હે કાળા વાદળ ઘેરાણા છે આજે...(૨)   
ઝરમર વરસાદ વરસાદ વર્ષે મારી આંખે 
કેવુ અણધાર્યું આભ ફાટ્યું માથે 

મે હાથ તમે જોડ્યા તોય અમને તમે છોડ્યા 
તમે ખોવાયેલ બીજામાં ઝેર પ્રેમ ના રે ઘોળ્યા  
હો શું એવા અમને નડ્યા તમે બીજા વાદે ચડ્યા 
તમે ખોટા થઈને ખુશ રહ્યા અમે સાચા થઈને રડ્યા
અમે તને પામવા જગ થી વેર કીધા 
હવે પ્રેમ મારો ભૂલી અમને ઝાકાર દીધા...(૨)  
હે દિલમાં વિજલડી કેવી ગાજે...(૨) 
ઝરમર વરસાદ વરસાદ વર્ષે મારી આંખે 
હો કેવુ અણધાર્યું આભ ફાટ્યું માથે    

તમે માની હતી અમે રાણી પણ તું હતી અજાણી 
તારી ખોટી ખોટી વાતો મને સાચી સમજાણી 
હો આંખો છે ભીંજાણી અધૂરી રહી કહાની     
જેને જોઈ હસતાતા એને આંખે લાયા પાણી 
અમે સપના જોતા રહી ગયા એની સાથે રહેવાના 
એતો પલ માં થઇ ગયા દૂર દુઃખ કોને જઈને કેવાના...(૨) 
હો મેતો દુઃખ હોર્યતા મારી જાતે...(૨)   
કેવુ અણધાર્યું આભ ફાટ્યું માથે...(૨) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »