Mangal Geet Gavay Lyrics in Gujarati | મંગલ ગીત ગવાય લિરિક્સ ગુજરાતીમાં

Mangal Geet Gavay - Dilip Thakor
Singer : Dilip Thakor , Lyrics : R K Thakor
Music : Jackie Gajjar , Label - Saregama India Limited
 
Mangal Geet Gavay Lyrics in Gujarati
| મંગલ ગીત ગવાય લિરિક્સ ગુજરાતીમાં 
 
પણ આસા ઘૂઘટે ઘેરાણી તારી આંખડી
અરે રે એમા નમણા મેલ્યા નેણ
પણ વઢિયારી જિલણ વલોણા વલોવતી
અરે રે સૂના દેહમાં પડ્યો દુકાળ

પણ વઢિયારી જિલણ વલોણા વલોવતી
અરે રે સૂના દેહમાં પડ્યો દુકાળ

હો મંગળ તારા ગીતો ગવાય મેડિયે બોલે મોરલીયા
હો હાથે રૂડા મીંઢળ બંધાય ચોરીયે ચમકે તારલીયા

હો દૂરથી સબંધ હાચવી લેશુ ભેળુ ના થવાય
પ્રીત કરી બદનામ કરુતો પ્રીત મારી લજવાય

કાજળ ઘેરી 
કાજળ ઘેરી આંખો ઘેરાય લાલ તારું ચમકે પાનેતર
કેવા રૂડા મંગળ તારા ગીતો ગવાય મેડીએ બોલે મોરલયા 
મેડીએ બોલે મોરલયા 

હો તારા વિના નેહડો મારો હુનો હાવ લાગશે
જુદાઈના જખ્મો સીધા કાળજે મારા વાગશે
હો આસોપાલવ ના તોરણ કરમાઈ હાવ જાશે
તારો મારો ભેટારો જેદી હામે હામો થાશે
હો ઢોલ વાગે તારા આંગણે રૂડી શરણાઈ સંભળાઈ
મન વગરના માંડવે પરણે જીવલડો અકળાઈ

હો આજ એના 
માથે લાલ સિંદૂર ભરાય પારકાના ઓઢ્યા પાનેતર
મંગળ તારા ગીતો ગવાય મેડિયે બોલે મોરલીયા
કે મેડિયે બોલે મોરલીયા

હો શિવની સાક્ષીએ તે વર મને માન્યો હતો
હશે મજબૂરી બાકી પ્રેમકાચો નતો 
હો મળી ગયુ તમને બીજું ચાહનારું
હારું જાય વરહ આખુ હવે આવનારું

હો ઘઉંના દોણા ગોંદરે ઉડે ભોમણા રે લેવાય 
ઘરના રાજી એના મોઢે હરખ ના દેખાય 
મારો જીવ આજે 
જીવ એનો ભાળીને જાય 
મજબૂરીમાં મોઢા હંતાડે
મંગળ તારા ગીતો ગવાય મેડિયે બોલે મોરલીયા
મેડિયે બોલે મોરલીયા
એ મેડિયે બોલે મોરલીયા
 
  
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »