Shree Khodiyar Chalisa Lyrics in Gujarati | શ્રી ખોડીયાર ચાલીસા લિરિક્સ ગુજરાતીમાં

Shree Khodiyar Chalisa - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Lyrics : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
 
Shree Khodiyar Chalisa Lyrics in Gujarati
| શ્રી ખોડીયાર ચાલીસા લિરિક્સ ગુજરાતીમાં 
 
અનેક રૂપે અવતરી ,ભોમ ઉતારણ ભાર 
આવી શક્તિ ઈશ્વરી , ખમકારી ખોડિયાર 
જગત જનેતા આપ છો , દયાળુ ને દાતાર 
ભવસાગર થકી તરવા , ખોડલ એક આધાર 

નવ ખંડોમાં નેજા ફરકે , દશે દિશાએ તારા નામ 
ભક્તો તણી પ્રતિપાલ છે , તું ખમકારી ખોડિયાર 
ગળધરે પરથમ વાસ કર્યો , પ્રગટ્યા શક્તિ અવતાર 
દર્શન દીધા રા'નવઘણને, ખમકારી ખોડિયાર 

જય હો ખોડિયાર માઁ , જય હો ખોડિયાર માઁ 
જય જય હો ખોડિયાર માઁ ,જય જય હો ખોડિયાર માઁ 

તું તાંતણિયા ધરાવાળી , દર્શનથી સુખ દેનાર 
ટાળતી દુઃખ જો અનેકનાં , ખમકારી ખોડિયાર 
સોરઠભૂમિ સોહામણી , માટેલ ધરામાં વાસ 
મડદા તું ઉઠાડતી , માઁ ખમકારી ખોડિયાર 

ખોડલ ખડ્ગધારી માત , વિધાવડવાળી માત 
પરચા પૂર્યા તે ઘણા , થઈ જગતમાં વિખ્યાત 
ડુંગરે ડુંગરે દીવા બળે , તારા માઁ ખોડિયાર 
ત્રિશૂળ તેજસ્વી હાથમાં , દિવ્ય જેનો ચમકાર 

જય હો ખોડિયાર માઁ , જય હો ખોડિયાર માઁ 
જય જય હો ખોડિયાર માઁ ,જય જય હો ખોડિયાર માઁ 

ત્રિશૂળધારિણી ખોડલી , કરતી તું ખમકાર 
લોબડીઆળી આઈ તું , સહુને સુખ દેનાર 
મગર ઉપર સવારી કરી , પધારે ખોડલ માત 
જે ભાવે જે જે ભજે , તેને દર્શન દે સાક્ષાત 

ધરા ધરામાં વાસ તારો , ત્રિશૂળ કર્યું નિશાન 
ગિરિ ડુંગરે વાસ તારો , પરચા તારા મહાન 
વાંઝિયામેણું ટાળવા , અવતર્યાં ચારણ ધેર 
કર્યો માઁ તે કુળ ઉદ્ધાર , ખમકારી ખોડિયાર 

જય હો ખોડિયાએ માઁ , જય હો ખોડિયાર માઁ 
જય જય હો ખોડિયાએ માઁ ,જય જય હો ખોડિયાર માઁ 

જન્મ્યાં મોમડિયાને ધેર , છ બહેનોની સંગાથ 
લોકો ખોડી કે'તા તને , પણ થઈ તું જગ વિખ્યાત 
ખોડલ કેરી સહાયથી , વરુડી કરતી કાજ 
પરચા કઈ જોવા મળ્યા , રા'નવઘણને સાચ 

ખોડલ કેરી સહાયથી , જો દરિયો ઓળંગાય 
સમરે જે જે ભાવથી કામ , તેનાં સફળ થાય 
દર્શન દીધાં રાયને , ખોડલ માઁ એ સાક્ષાત 
ધન્ય બની ગયું જીવન ,જગમાં થયો વિખ્યાત 

જય હો ખોડિયાર માઁ , જય હો ખોડિયાર માઁ 
જય જય હો ખોડિયાર માઁ ,જય જય હો ખોડિયાર માઁ 

ત્રણ વરસની ઉંમરે , પરચા પૂરતી માય 
હતી વરોળી વાંઝણી , થઈ દુઝતી ગાય 
સોના રુપાની છડી પર , લાલ ધજા અનુપમ 
પૂજે ખોડિયાર માતને , વલ્લભીપુરના ભૂપ 

ખોડલ કેરી કૃપાએ , નિરોગી થયો રાજકુમાર 
રોગ-દોષ સૌ ચાલી ગયા , થયુ મુખ તેજ અંબાર 
શિહોર કેરા ડુંગરે , કર્યો ખોડલ વાસ 
રંક રાય સૌ નમન કરે , માઁ પુરે સૌની આશ 

જય હો ખોડિયાર માઁ , જય હો ખોડિયાર માઁ 
જય જય હો ખોડિયાર માઁ ,જય જય હો ખોડિયાર માઁ 

નેક ટેક વ્રત શ્રદ્ધાથી , મેં'રબાન ખોડલ થાય 
પંગો વરજાંગ સુતને જો , ચડાવ્યો ડૂંગર ક્ષણમાંય 
એ પ્રતાપી માઁ ખોડલે , કર્યો પ્રચંડ પડકાર 
ધુણાવ્યો ધુંધળીનાથને , પરચાળી તું ખોડિયાર 

એ...ધૂણે મંડયો ધુણવા , ધુંધળી જોગંદર 
માઁ એ વગડાવ્યાં ડાકલાં , ધૂણે ધાંધલપર 
કોળાભા સદ્ભાગી , કમળાઈ ડુંગર નું નામ 
દર્શનથી દુઃખડાં ટળે , માઁ ખોડિયાર નું ધામ 

જય હો ખોડિયાર માઁ , જય હો ખોડિયાર માઁ 
જય જય હો ખોડિયાર માઁ ,જય જય હો ખોડિયાર માઁ 

હઠીસિંગ કુમતિયો થયો , અત્યાચાર કર્યા અમાપ 
માઁ કન્યાએ તવ કૃપાથી , ભસ્મી કીધો એ ભૂપ 
તાંતણિયા ધરા પાસે , ખોડલે કર્યા ધામ 
ભાવનગર નૃપતિઓનાં , માઁ કરતી સદા કામ 

ચિંતા વિઘ્ન વિનાશિની ,ત્રિશૂળ હસ્ત ધરંત 
હે ખોડલ માઁ દયાળી , તુ ભક્ત રક્ષા કરંત 
માઁ ખોડલ,માઁ દયાળી , જેને કરતી સહાય 
શરણાગત રક્ષા નિત , જોને કરતી માય 

જય હો ખોડિયાર માઁ , જય હો ખોડિયાર માઁ 
જય જય હો ખોડિયાર માઁ ,જય જય હો ખોડિયાર માઁ 
 
અંધને દેખતાં કરે,વાંઝિયાને આપે બાળ 
પરચા અપરંપાર ખોડલ , તું છે દિનદયાળ 
ખોડલ ખોડલ જે કહે , ને ધરે નિરંતર ધ્યાન 
તેની સહાયે સર્વદા રહે , તું ખોડલ માત 

દીનવત્સલ ખોડિયારની , કૃપા નજર જો થાય 
તો તૃણનો મેરુ બને , મૂંગો મંગળ ગાય 
મોમડિયાની બાળને,ભજતાં પાતક જાય 
પાપ સરવ તેનાં ટળે,જીવન ઉન્નત થાય 

જય હો ખોડિયાર માઁ , જય હો ખોડિયાર માઁ 
જય જય હો ખોડિયાર માઁ ,જય જય હો ખોડિયાર માઁ 

આધિ વ્યાધિ સહુ ટળે , ખોડલને દરબાર 
આશા સહુ પૂરી કરે , ખમકારી ખોડિયાર 
ધાબડીયાળી માવડી , ખપ્પરવાળી ખોડિયાર 
ખમકારો જો કરે તો , ભવનાં દુઃખડાં જાય 

ખોડલ સૌની માવડી , સંકટે કરે સહાય 
તેને ભરોસે નાવડી , ઊતરે પાર સદાય 
સહાય જેને ખોડિયારની , મનસા પૂરણ થાય 
હર પળે હાજર રહે એ , ખમકારી ખોડલ માય 

જય હો ખોડિયાર માઁ , જય હો ખોડિયાર માઁ 
જય જય હો ખોડિયાર માઁ ,જય જય હો ખોડિયાર માઁ 

લંગડા બને સાજા નરવાં , માઁ ખોડલને પ્રતાપ 
રોગી કઈક થાય નિરોગી , માઁ ખોડલને પ્રતાપ 
લૂલાં લંગડા ને દુ:ખીયા , આવતા માઁ ને દ્વાર 
હેતથી હસી રાજી કરી , ખોડલ કરતી વહાર 

ખોડલ સૌની માવડી , વિપત્તે કરજે સહાય 
બિરુદ તારુ જાય ના , ભરજે ન પાછો પાય 
માઁ ની લીલાનો નહિ પાર , જેના ઠેર ઠેર ધામ 
માઁ ના ગુણ ગાવાનો નહીં પાર , સર્વ હૈયે એનુ નામ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »