Kankoda Lyrics in Gujarati | કંકોડા લિરિક્સ ગુજરાતીમાં

Kankoda - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Naresh Thakor Vayad
Music : Dipesh Chavda , Label : T-Series
 
Kankoda Lyrics in Gujarati
| કંકોડા લિરિક્સ ગુજરાતીમાં 
 
હે પેલા ચર્ચા મા હતા
ભૈયો ને મળતા નતા
ભૈયો જોડે જીવતા ને હરતા ફરતા
પછી પ્રેમ કરીને સિધ્ધા લફડા મા પડયા
તમને ઘણા વાળ્યા તોયે તમે વાળ્યા ના વાળ્યા

પૈણે લુઘડે ટેટ મેટ થઈને ભઈ ફરતા
ઓ હો હો પૈણે લુઘડે ટેટ મેટ થઈને ભઈ ફરતા
ઠાઠ ને ઠઠારો મન ફાવે એમ કરતા
પછી છૂટા મુક્યા એ જાનુડી એ છૂટા મુક્યા

એ વધ્યા મારા ભઈ કંકોડા જેવા
હા હા હા વધ્યા મારા ભઈ કંકોડા જેવા
હો 10 ટકે લીધા તારા વધી ગયા દેવા
આ પ્રેમ માં પતિ ગયા હાલ થયા જોયા જેવા

જબરો મડ્યો છે એના પ્રેમ માં રે ધોકો
ગાલા ફોહો ખાય ના રોકો અલ્યા માં રોકો
તારી દિકુડી નો પ્રેમ હાવ ખોટો

હે એ એ આઈને ગઈ જોણે હવા કેરો જોકો
પુરા કરી કડદાડી ના હરખે હરખે શોખો
તારી મન ની મોનીતિ નો પ્રેમ હાવ ખોટો
એ તારી દિકુડી નો પ્રેમ હાવ ખોટો

ખીસ્સા ખાલી કરી એતો બીજે ગઈ રેવા
નવી નવી ગાડીઓ એને આવે રોજ લેવા
ભઈ નુ દલડું બડે પેલી ને ફેર ના પડે

એ વધ્યા મારા ભઈ કંકોડા જેવા
હા હા હા વધ્યા મારા ભઈ કંકોડા જેવા

હો છોકરી ના લફડા માં ખોઈ બેઠો નોકરી
હમજાયે હમજ્યો નઈ લઈ ને ફરો ટોકરી
હો ખોટા એના પ્રેમ માં ભઈ પીવા માંડ્યા દારુ
જારે જા દગાડી તારુ નઈ થાય હારુ

હો ના ચાલ્યું અમારું જીત્યું બેવફા નુ બાણ
તને કઈ કઈને થાક્યા બાપા પાછો રે વડ
અલ્યા સુ રે મોહાયો તો રૂપ એનુ જોઈ
દૂધની ગાય હમજી એતો ગઈ તને દોહી
તારુ થઈ ગયુ બ્રેકઅપ એને કર્યું બીજે સેટઅપ

હે વધ્યા મારા ભઈ કંકોડા જેવા
હે તે થઈ જ્યા મારા ભઈ હાવ કંકોડા જેવા

હો દિલ તોડી જાય એનુ નામ અલ્યા છોડી
ખરા ખેલે ઉભી આપણી રામ લખન ની જોડી
અરે હો હો હો
તારા એક ફોન ઉપર આવીએ અમે દોડી
ચિંતા છોડી દે બધુ લેસુ અમે ફોડી

અલ્યા પાડી રે ​​દેસુ એને લેવા ના દેવા
હલકા માં ના લે તારા ભૈયો વાઘ જેવા
હો તને ભોંન કરાવવા આ સિસ્ટમ કરીતિ
અમે તો જોણી જ્યા જેદી તને મળીતી

વીરા મન માં ના મુંજાય
અલ્યા થોડુ મલકાય
એ ના થવા દઈએ તને કંકોડા જેવા
અલ્યા એમ થોડી થવા દઇયે કંકોડા જેવા
એ હસી ગયો ભઈ હવે માર ભઈ ટકોરા જેવો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »