Mehuliyo Lyrics in Gujarati | મેહુલિયો લિરિક્સ ગુજરાતીમાં

Mehuliyo - Arjun Ahir
Singer :- Arjun Ahir , Lyrics :- Hina Ahir (Singer)
Music :- Vinit Barochiya , Label :- Arjun Ahir Official
 
Mehuliyo Lyrics in Gujarati
| મેહુલિયો લિરિક્સ ગુજરાતીમાં 
 
વાયો અહાઢી વાયરો અને મોર કરે ટહુકાર
ઘરાજો એ વાટડી પધારો મેઘરાજ

ઘનઘોર વાદળીયું ઝળુંબે આભે જીણી વિજલળી જબુકે
ઘનઘોર વાદળીયું રે ઝળુંબે આભે જીણી વિજલળી રે જબુકે
આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી રે મેહુલો રે
આજ રૂડો આવ્યો રે ધરતીનો મેહુલો રે

ગોરીડાને ગોહરીએ રે જુતાળો
સુકન જોઈ સાથીયા રે પુરાવો
ધોરીડાને ધોહરીએ રે જુતાડો
સુકન જોઈ સાથીયા રે પુરાવો

તેડું જોઈ શણગારી વાવી આવડી રે
આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે

વરડામાં વરહે ને વરહે કછડામાં
વાલો થઈ વરહે રે ઘેડ અને ગીરમાં
વરડામાં વરહે ને વરહે કછડામાં
ઘેલો થઈ વરહે રે ઘેડ અને ગીરમાં

ચારે કોર વરઘયો રે મેહુલીયો વીજળી મોજ મા રે
આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે

બારે મેઘ ખાંગા રે થયા છે
નદીનાળા છલી રે વળ્યા છે
મારે મેઘ ખાંગા રે થયા છે
નદીનાળા છલી રે વળ્યા છે

બાર બાર મહિને રે આવ્યો રે મેઘરાજ માણવા રે
આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે
ઘનઘોર વાદળીયું રે ઝળુંબે આભે જીણી વિજલડી રે જબુકે
આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે
આજ રૂડો આવ્યો રે ધરતીનો ધણી મેહુલો રે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »