Medam Banah Ni Bolsa Bolajo Lyrics in Gujarati

Medam Banah Ni Bolsa Bolajo
Singer : Nayna Thakor & Vijay Thakor
Music : Vijay Dabhi & Lyrics : Rajan Rathod
Label :  Raghav Digital
 
Medam Banah Ni Bolsa Bolajo Lyrics in Gujarati
| મેડમ બાનાહની બોલસા બોલજો લિરિક્સ |
 
મેડમ તમે અમારા મલકની ની હેંડસાળ હેડ઼જો રે
નક્કી મારા બનાસકાંઠાની સોડીયું હંહસે  રે
મેડમ તમે બનાસકાંઠાની બોલસા  બોલજો રે
નક્કી મારા બનાસકાંઠાના મોટિયાળ હંહસે રે

નઈ ચાલે હાઉ આર યુ,
નઈ  ચાલે હાય  બાય.
નઈ ચાલે હાઉ આર યુ,
નઈ  ચાલે હાય  બાય.

મેડમ તમે અમારા મલકની મર્યાદા રાખજો રે
નક્કી મારા મલકના મોટિયાળ ટોકશે  રે
એ મેડમ તમે અમારા બાનાહની બોલી શીખજો રે
નક્કી મારા બનાહના બારવટિયા તમને ટોકશે રે
નક્કી મારા ભાભર શેરના મોટિયાળ હંહસે રે

તમારી ભાષામાં હાય હેલો થીવાત થાય
અમારે ગોમડામાં તો જયમાતાજી બોલાય
વિદેશોમાં નથી હોતા હારામાન કે પોન
અમારે ત્યાં મેમોં ને બોલાય રોમ રોમ

ના ચાલે ડિનર ફિનર,
ના ચાલે ઇધર કિધર
ના ચાલે ડિનર ફિનર,
ના ચાલે ઇધર કિધર

હે મેડમ તમે ફોરેન ના ચશ્માં ઉતારજો રે
નક્કી મારા બનાહકાંઠાના ટાબરિયાં હંહસે રે   
હે મેડમ તમે ચાની  રકેબી હમી પકડજો રે
નક્કી મારા બનાહકાંઠાના ગઢીયા હંહસે રે   
નક્કી મારા થરાદરીના મોટિયાળ હંહસે રે
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »