Meldi Ma Ni Varta Lyrics in Gujarati

Meldi Ma Ni Varta - Pravin Luni
Singer : Pravin Luni , Lyrics : Jayesh Prajapati
Music : Vishal Vagheshwari , Label : KumKum Films
 
Meldi Ma Ni Varta Lyrics in Gujarati
| મેલડીમાની વાર્તા લિરિક્સ ગુજરાતીમાં |
 
અન માં
દુનિયામાં પાપ વધી ગયા
અને લાગ્યો ધરતીને ભાર
જોગમાયા માં મેલડી
તમે લીધું છે વિકરાળ સ્વરૂપ

ઓ ઓ પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપી ઓ એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

હો પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

ઓ હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયામાં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડીની અમર કહાણી માં

ઓ ઓ પાપીયોએ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
હો ઓ જુઓ મારી મેલડીની અમર કહાણી માં

અન માં
દૈત્ય અમરીયો શિવજી તણો
તપ કરવાને જાય
વરદાન મેળવી પાપીયો
પછી દેવની સામે થાય

હો અમર આ દૈત્યનો ત્રાસ વધી જાય
અમર આ દૈત્યનો ત્રાસ વધી જાય
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં
હો અમર આ દૈત્યનો ત્રાસ વધી જાય
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

ઓ હો હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયા માં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડીની અમર કહાણી માં

ઓ ઓ પાપીયો  એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપીયો  પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
હો ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી

અન માં
અમર આ દૈત્ય એ
ત્રણ લોકમાં વરતાયો હાહાકાર
ઋષિ મુનિ દુભાવીયા
અને ભરખ્યાં નાના બાળ
હા મેલડી

હો પાપીયો  એ દેવતાની નિંદર ઉડાડી
પાપીયો  એ દેવતાની નિંદર ઉડાડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

હો પાપી ઓ એ દેવતાની નિંદર ઉડાડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં
ઓ હો હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયામાં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માં

ઓ ઓ પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
હો ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી

અન માં
દેવ દેવીઓ સૌ ભેગા મળી
અને કર્યા તે દી ફરિયાદ
નવદુર્ગા તમે સાથે મળી
અને હવે બનો ને
અમરિયા દૈત્ય નો કાળ

હો મેલાને મારવા તારી જરૂર પડી
મેલાને મારવા તારી જરૂર પડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

હો મેલાને મારવા તારી જરૂર પડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં
ઓ હો હાથે ધરિયા તે હાથિયાર માડી
હો હાથે ધરિયા તે હાથિયાર માડી
હાથે ધરિયા તે હાથિયાર માડી
દુનિયામાં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માં

ઓ ઓ પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપીયો એ  પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી

અન માઁ
મરેલી ગાય ના પેટ માં
સંતાણ્યો અમરીયો દૈત્ય
મન માં મુંજાણી દેવી ઓ
હવે એની પાસે
કેમ કરી ને જઈશ

હો ઘડીતી મૂર્તિ નવદુર્ગા એ મળી
ઘડીતી મૂર્તિ નવદુર્ગા એ મળી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

હો ઘડીતી મૂર્તિ નવદુર્ગા એ મળી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં
ઓ હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયા માં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માં

ઓ ઓ પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
માં ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માં

અન માં
નવદુર્ગા એ ભેળા મળી
અન સર્જન કર્યું તારૂં દેવ
તેજ પૂર્યા સર્વે શક્તિ તણા
અને તમે પ્રગટ્યા
મેલડી જેવા દેવ

હો માઁ એ માર્યો અમરીયાને ભોંય પછાડી
માર્યો અમરીયાને ભોંય પછાડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં

હો માર્યો અમરીયા ને ભોંય પછાડી
તે દી પ્રગટી તું મારી માત મહાણી માં
ઓ હો હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયા માં રચી તે અમર કહાણી
હો ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માં

ઓ ઓ પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી

અન માં
નવદુર્ગા અને શિવજી મળી
આપ્યા અભય વરદાન
કે કળિયુગ માં તમે પૂજાશો
અને પામશો જાજેરા માન

હો જય કવિ કહે મારી દેવ દયાણી
પ્રવીણ લુણી કહે મારી દેવ દયાણી
તે દી પ્રગટી તું મારી માત મહાણી

હો મારા વિશાલ ભાઈ કહે મારી દેવ દયાણી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
ઓ હો હાથે ધરિયા તે હથિયાર માડી
હાથે ધરિયા તે હથિયાર માડી
દુનિયા માં રચી તે અમર કહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માં

ઓ ઓ પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
પાપીયો એ પાપ કરી ધરતી ધ્રુજાવી
તે દી પ્રગટી તું મારી માત મહાણી
ઓ ઓ જુઓ મારી મેલડી ની અમર કહાણી માં  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »