Garabe Ghume Birdhari Lyrics in Gujarati

Garabe Ghume Birdhari - Hetal Sadhu
Singer :Hetal Sadhu
Music : Sanju Thakor
Label :  Jay Shree Ambe Sound
 
Garabe Ghume Birdhari Lyrics in Gujarati
 
માડી…માડી માં…માં..માં….
આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મુને આંસુ ના ભણકારા થાય
કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આછા આછા ચાંદની ના ચમકારા થાય
આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મુને આંસુ ના ભણકારા થાય
સહિયર મુને આંસુ ના ભણકારા થાય

આસમાની ઓઢણી માં તારલા ઝબૂકતાં
ગરબે રમવા બિરદારી જગે પગ મુકતા
આસમાની ઓઢણી માં તારલા ઝબૂકતાં
ગરબે રમવા બિરદારી જગે પગ મુકતા

માડી ગરબે રમે તાલિઓ વીજાય રે
કંઠે કંઠે કોયલ ના ટહુકા સંભળાય
આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મુને આંસુ ના ભણકારા થાય

નોરતા ની રાતડી પાવન કરી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
નોરતા ની રાતડી પાવન કરી
એક એક ગોરી ઘૂમે કાયા શણગારી
માં ના રથ ની ઘૂઘરીઓ સંભળાય રે
રાતા રાતા કંકુના પગલાં પરખાય
આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મુને આંસુ ના ભણકારા થાય
આજ ગગન થી ચંદન ઢોરાય રે
સહિયર મુને આંસુ ના ભણકારા થાય
કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રે
આછા આછા ચાંદની ના ચમકારા થાય
સહિયર મુને આંસુ ના ભણકારા થાય
સહિયર મુને આંસુ ના ભણકારા થાય
સહિયર મુને આંસુ ના ભણકારા થાય 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »